Directed by Ron Howard
Novel by Dan Brown
Screenplay writing by David Koepp
Cinematography by Salvatore Totino
Music by Hans Zimmer
Cast :
Ben Foster as Bertrand Zobrist
Tom Hanks as Robert Langdon
Sidse Babett Knudsen as Dr Elizabeth Sinskey
Felicity Jones as Dr Sienna Brooks
Omar Sy as Christoph Bruder
Irrfan Khan as Harry Sims ‘The Provost’
Ida Darvish as Marta
ઈન્ફર્નોઃ રોન હોવાર્ડનો વધુ એક બીબાઢાળ કોયડો
‘એપોલો 13’, ‘અ બ્યુટીફુલ માઈન્ડ’, ‘સિન્ડ્રેલા મેન’, ‘ફ્રસ્ટ/નિક્સોન’, ‘રશ’ જેવી ગ્રેટેસ્ટ ફિલ્મના સર્જક રોન હોવાર્ડ માથાફરેલ અને સાહસિક દિગ્દર્શક છે. શોર્ટ ફિલ્મ, ટીવી સીરીઝ અને ફિલ્મોનો હિસાબ કરીએ તો રોને 39 વાર્તાઓને કચકડે મઢી છે. વિષયોની પસંદગી અને તેમની આહલાદક રજુઆત તેમને હોલિવૂડમાં અલગ તારવે છે. આ માણસ ફિલ્મે ફિલ્મે અભિપ્રાય બદલવા મજબૂર કરે છે. ક્યારેક તે ધ ગ્રેટેસ્ટ ડિરેકટર લાગે છે તો ક્યારેક રામગોપાલ વર્માની જેમ તેનું પાગલપન પણ ફિલ્મના પડદા પર દેખાડે છે.
આફટર ઓલ જે કહો તે પણ રોન હોવાર્ડ એ માસ્ટર ઓફ ક્રાફટ છે. રોનને વિશ્વ પ્રસિદ્ધ લેખક અને જેની નવલકથાઓ આવતાની સાથે ટપોટપ વેચાવવા લાગે છે એવા ડેન બ્રાઉનની ‘ક્રિપ્ટોગ્રાફી’ થીમમાં જબરદસ્ત રસ પડ્યો. ક્રિપ્ટોગ્રાફી એટલે સંકેતલિપિ વિદ્યા. ડેનની આ થીમ પરની નવલકથામાં સમય હોય છે માત્ર ચોવીસ કલાકનો અને તેની અંદર જ બધા કારનામા કરવાના હોય છે. દુનિયાને તબાહ થતી બચાવવા માટે ચોવીસ કલાકની દોડાદોડી અને તેમાંથી સર્જાતી આફતો, રહસ્યો અને ચક્રવ્યુહમાં ફસાતો નાયક. ડેને રોબર્ટ લેંગ્ડનના કેરેકટરને સેન્ટરમાં રાખીને સીરીઝ લખી છે.
એજન્લ એન્ડ ડિમોન્સ, ધ દા વિન્સી કોડ, ધ લોસ્ટ સિમ્બોલ, ઈન્ફર્નો અને 2017માં ઓરિજિન આવશે. જેમાંથી રોને સૌ પ્રથમ ધ દા વિન્સી કોડ અને ત્યારબાદ એજન્લ એન્ડ ડિમોન્સ પર ફિલ્મ બનાવી. અને હવે ઈન્ફર્નો બનાવી. આ દરેક ફિલ્મમાં મેથડ ઓફ આર્ટ એન્ડ એક્ટિંગના સર્વેસરા કહી શકાય તેવા ખુદ ગબ્બર ટોમ હેન્કસે રોબર્ટ લેંગ્ડનનું પાત્ર ભજવ્યું છે.
જે વિષય પર રોન હોવાર્ડે ફિલ્મ બનાવી છે તેવા વિષય પર જો કોઈ ભારતમાં વાત પણ કરે તો તેને ધર્મના વાડામાં બાંધી દેવામાં આવે છે. રોન પાસે દુનિયાભરનું વાંચન હશે પણ જો તેમણે કદાસ ભારતીય ધાર્મિક ગ્રંથો અથવા તો પુરાણોમાં નજર ફેરવી હોત તો તેમને આખી નરકની વ્યાખ્યા સમજાય ગઈ હોત. ભારતના પ્રાચીન ગ્રંથોમાં નરકના અનેક નામોનો ઉલ્લેખ થયેલો છે, તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિપત્રવન, શૂકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સંદંશ, તપ્તશૂમિ, વજંકંટકશાલ્મલી, વૈતરણી, પૂયોદ, પ્રાણરોધ, વિશસન, લાલાભક્ષ, સારમેયાદન, અવીચિ, અયઃપાન, ક્ષારકર્દમ, રક્ષગમભજન, શૂલપ્રોત, દંદશૂક, અવટનિરોધન, પર્યાવર્તન અને સૂચિમુખ. આ ફિલ્મમાં નરકનો આધાર 14મી સદીના મહાન કવિ દાંતે અલીગિયરીની એપિક પોયમ પર છે.
જેમણે ધ દા વિન્સી કોડ અને એજન્લ એન્ડ ડિમોન્સ ફિલ્મ જોય હશે તેમાંથી માંડ એકાદ ટકાને ઈન્ફર્નો ફિલ્મ પસંદ આવશે. ઈન્ફર્નોમાં સ્ટોરી છે પણ એકદમ સાધારણ છે. કિક ફેક્ટર જ નથી કે જે દર્શકોને ઝકડી રાખે.
આફટર સ્લમડોગ મિલિનિયોર ફિલ્મ પછી ઈરરફાન ખાનના ભાગે હોલિવૂડ ફિલ્મોમાં આટલો મોટો અને દમદાર રોલ આવ્યો છે. ટોમ અને ઈરરફાનની જોડી ફરી સાથે જોવા મળે તેવી આશા સો ટકા રાખી શકાય તેમ છે. અમિતાભ બચ્ચન, કમલ હાસન અને ટોમ હેન્ક્સના અભિનયના લેખા-જોખા કરવાની આપણામાં હિંમત પણ નથી અને કરવી પણ નથી. ટોમ અભિનયના નવરસની જીવંત પાઠશાળા છે.
આ વર્ષે અપેક્ષા પર પાણી ફેરવનારી વધુ એક ફિલ્મ એટલે ઈન્ફર્નો.