well known cinematographer Shreedhar bhatt  experiment new trends & technique in cinematography
15/10/2016

 
શ્રીધર ભટ્ટ : માસ્ટર, મિડ અને ક્લોઝ-અપના ટ્રેન્ડની બહાર પ્રયોગો કરતો સિનેમેટોગ્ર્રાફર
 
સારી ફિલ્મ લખવી અને સારી ફિલ્મ બનાવવી તે બન્ને બહુ મોટો તફાવત હોય છે. ઘણાં કિસ્સાઓ એવા હોય છે જેમાં સ્ટોરી સારી હોય છે પરંતુ મેકિંગમાં માવજતના અભાવે તેને પ્રેક્ષકો નથી મળતા. એક સારી ફિલ્મ માટે સારી વાર્તા તો જરુરી છે જ પરંતુ દિગ્દર્શક અને સિનેમેટોગ્રાફરનો ફાળો પણ તેટલો જ મહત્વનો છે.
 
કોઈ ગુજરાતી ફિલ્મ જોઈ આપણે તરત જ તેના મેકિંગની સરખામણી બોલિવૂડ કે હોલિવૂડની કોઈ ફિલ્મના મેકિંગ સાથે સરખામણી કરવા માંડીએ છીએ. જેનું કારણ છે આ ફિલ્મોમાં રહેલી અદ્ભૂત સિનેમેટોગ્રાફી.
 
આપણે ત્યાં સિનેમેટોગ્રાફી ક્ષેત્રે બહુ ઓછાં અથવા તો નહીંવત્ કહી શકાય તેવા પ્રયોગો થયા છે. માસ્ટર, મિડ, ક્લોઝ-અપ કે જીમી તરીકે ઓળખાતી બેઝિક ટેક્નિકના ઉપયોગ દ્વારા જ શૂટિંગ કરી લેવામાં આવે છે.
 
તાજેતરમાં રિલીઝ થયેલી 'જે પણ કહીશ એ સાચું જ કહીશ' જોયા પછી તમને ખ્યાલ આવશે કે સિનેમેટોગ્રાફી ક્ષેત્રે કેવાં-કેવાં પ્રયોગો થઈ શકે અને તેનું પરિણામ કેવું અદ્ભૂત આવી શકે. ફિલ્મની એક-એક ફ્રેમ માવજતથી બનાવાઈ હોય તેમજ પ્રેક્ષકોને ફિલ્મ સાથે જોડી દેવા બનાવી હોય તેવો અનુભવ થાય છે.
 
આ કળાના સાચા કસબી છે શ્રીધર ભટ્ટ નામના સિનેમેટોગ્રાફર. શ્રીધર ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે નાતો ધરાવતા પરિવારમાંથી આવે છે ઉપરાંત જાણીતા સિનેમેટોગ્રાફર નિર્મલ જાનીના શિષ્ય છે. તેમની કળાંનો અંદાજ પ્રેક્ષકોને 'જે પણ કહીશ એ સાચું જ કહીશ'માં આવી જ ગયો છે.
 
આ મુદ્દે વધુ માહિતી આપતા શ્રીધર કહે છે કે, 'ગુજરાતી ફિલ્મોમાં હવે સારાં એવા મેકિંગની જરુર છે, તો જ તે વધુ પ્રેક્ષકોને આકર્ષી શકશે. હું મારા તરફથી એવો પ્રયત્ન કરું છું કે પ્રેક્ષકોને મનોરંજન નહીં પરંતુ એક અનુભવ મળે. ફિલ્મનું નામ યાદ આવતા જ તેના સ્મૃતિપટમાં ફિલ્મની ફ્રેમ્સ અને અને વિવિધ દ્રશ્યો સામે આવી જાય. બસ આ જ પ્રકારના અનુભવો અને પ્રયોગો હું દર્શકો તેમજ ફિલ્મ ઉદ્યોગને આપવા માગુ છું."
 
 
Here is the trailer of upcoming gujarati movie "Je pan kahish E Sachuj kahish" :