Presenting one more Gujarati urban film  Aapne Toh Chhie Bindaas logo and posters.
01/04/2016

 

આજે એપ્રીલ ફૂલના દિવસે વધુ એક ગુજરાતી અર્બન ફિલ્મનું મ્યુઝીક અને ટીઝર લૌન્ચ થવા જઇ રહ્યું છે. ફિલ્મનું ટાઈટલ "આપણે તો છીએ - બિન્દાસ" છે. ફિલ્મનો લોગો ક્રિયેટીવ બનાવવામાં આવ્યો છે, તે જોતા ફિલ્મ પણ સારી હશે તેવું અનુમાન લગાવી શકાય.

ફિલ્મના નિર્દેશનની જવાબદારી નિશાંત દવે નામના અમદાવાદીએ સંભાળી છે અને તેઓ પોતે જ ફિલ્મના પ્રોડ્યુસર છે. ફિલ્મની વાર્તા યુવા પર કેન્દ્રિત હોય તેવું તેના પોસ્ટર પરથી અનુમાન લગાવી શકાય છે. આજે ફિલ્મની ઓફીસીઅલી જાહેરાત થશે અને સાથે તેની સ્ટાર કાસ્ટની માહિતી પણ મળી જશે. ફિલ્મમાં મોટેભાગે રીઅલ લોકેશન્સનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.

અહિયાં ફીલ્મનો લોગો અને પોસ્ટર રજુ કરીએ છીએ.

 

aapne to bindaas.jpg (122 KB)